User:Bhabhor Samesh

From Wikipedia, the free encyclopedia

અશોકના અભિલેખોની શોધ અને વાંચન :

    ચૌદમી સદીમાં ફિરોજશાહ તુઘલકે એક સ્તંભ ટોપરથી અને બીજો સ્તંભ મેરઠથી દિલ્હી ખસેડાવ્યા (૧૩૫૬માં), પરંતુ એ લેખો તેના કોઈ પંડિતો વાંચી શક્ય નહિ. 
    અર્વાચીન યુગમાં ઈ.સ. ૧૭૫૦માં 'દિલ્હી મેરઠ સ્તંભ'નો ખાંડ સૌથી પ્રથમ ટીફૈન થેલરે શોધી કાઢ્યો. જે.એચ. હેરિગ્ટને ૧૭૮૫માં 'બારબરા અને નાગાર્જુની પર્વતીય ગુફામાં શિલાલેખો' (શૈલલેખો)ની શોધ કરી એ અરસામાં કેપ્ટન પોલિયરને દિલ્હીના ટોપરા સ્તંભનું ઠેકાણું મળ્યું અને તેમણે એના કેટલાક આલેખન 'એશિયાટિક સોસાયટી'ના સ્થાપક સાર વિલિયમ જોન્સને મોકલ્યા (સોસાયટીની સ્થાપના ૧૭૪૮માં કલકતા ખાતે) સૌરાષ્ટ્રમાં 'ગિરનાર પાસેના શિલાલેખનું ઠેકાણું ૧૮૨૨માં મેજર જેમ્સ ટોડને લાગ્યું. ૧૮૩૪માં એશિયાટિક સોસાયટીના જર્નલના ગ્રંથ ૩માં કેપ્ટન બર્ટે તૈયાર કરેલી 'અલહાબાદ-કોસમ સ્તંભાલેખ'ની પ્રતિકૃતિ પ્રસિદ્ધ થઈ. ૧૮૩૬માં મહારાજા રણજીતસિંહના ફ્રેન્ચ અધિકારી મિ. કોટેએ ' શાહબાજ ગઢી શૈલલેખને શોધ્યો, ૧૮૩૭માં 'દિલ્હી-ટોપરા સ્તંભ' પરના સહુથી પ્રાચીન અભિલેખનું આખું વાંચન કરી શક્યા અને ઉપર્યુક્ત ઉલ્લેખિત સોસાયટીના જર્નલના ગ્રંથ ૬માં આ સ્ત્મ્ભાલેખનું લિપ્યંતર અને તેનું અંગ્રેજી ભાષાંતર પ્રસિદ્ધ થયું. આ રીતે 'આ વર્ષ ભારતીય પ્રાચીન લિપિવિદ્યાની તેમજ અશોકના અભિલેખોનાં અભ્યાસની બાબતમાં ઘણું યાદગાર વર્ષ બની રહ્યું છે. (ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી) એ જ વર્ષે પ્રિન્સેપે 'દિલ્હી-મેરઠ સ્તંભલેખ'ની પ્રતિકૃતિ પણ પ્રગટ કરી. ૧૯૩૭ વર્ષના અંતમાં લેફ્ટનન્ટ કિટોએ  ઓરિસ્સાના 'ધૌલીના શિલાલેખ'ની (શોધ ૧૮૩૬માં મિ. કોટેએ કરી) નકલ જાતે કરી અને એ નકલમાં 'દેવાનં પિયસિ' નોરિસે વાંચ્યું. ૧૮૪૦માં બર્ટને રાજસ્થાનના  'બૈરાંટ ફલક લેખ' (ભાબ્રુ શૈલલેખ : હવે કલકતા - બૈરાંટ શૈલલેખ)નું ઠેકાણું મળ્યું. ૧૮૫૦માં સાર વિલિયમ ઇલિયટે જૌગઢ શૈલલેખોની શોધ અને નકલ કરી. ૧૮૫૨માં બર્નાફે અશોકના પ્રકાશમાં આવેલા અભિલેખોનું સંકલિત સંપાદન કર્યું. ૧૮૬૦માં ઉતાર પ્રદેશના કાલસી ગામ પાસે અશોકના શૈલલેખોની ફોરેસ્ટનને  ઠેકાણું મળ્યું (પ્રાં. જશું પટેલ)