Jump to content

User:Dineshdesai303

From Wikipedia, the free encyclopedia

જાણીતા ગઝલકાર, ગુજરાતી સાહિત્યકાર અને સમૂહ માધ્યમ નિષ્ણાતશ્રી દિનેશ દેસાઈનો જન્મ શ્રી દશા ગૂર્જર વૈષ્ણવ વણિક જ્ઞાતિના પરિવારમાં અમદાવાદ ખાતે તા.12મી ઑગસ્ટ, 1968ના રોજ થયો. માતાનું નામ (ગં.સ્વ.) હંસાબહેન અને પિતાનું નામ (સ્વ.) રજનીકાન્ત દેસાઈ. અમદાવાદમાં જ તેઓએ વાણિજ્ય સ્નાતક (1988) સુધી અભ્યાસ કર્યો. એ પછી સને 1989માં ડીપ્લૉમા ઈન કમ્પ્યુટર ઍપ્લિકેશન (ડી.સી.એ.) અને સને 1990-91માં પૉસ્ટ ગ્રૅજ્યુઍટ ડીપ્લૉમા ઈન માસ કૉમ્યુનિકેશન્સ, જર્નાલિઝમ ઍન્ડ ઍડવર્ટાઈઝમેન્ટનો અભ્યાસ કર્યો. તેમનાં પત્ની શ્રીમતી જયશ્રી ભટ્ટ દેસાઈનાં પણ બે નવલકથા અને બે સંપાદન મળીને 4 પુસ્તક પ્રગટ થયાં છે. જ્યારે તેમના પુત્ર ઈલેક્ટ્રિકલ ઍન્જિનિયર મહર્ષિ દેસાઈનું વિચારપ્રેરક લેખોનું એક પુસ્તક “યુવાજોશ” પ્રગટ થયું છે. શ્રી દિનેશ દેસાઈને બાળપણથી જ વાચન-લેખનનો શોખ રહ્યો. સને 1986-87માં તેઓની પ્રથમ કૃતિ અનુક્રમે કાવ્ય અને લઘુકથા મુંબઈના ગુજરાતી સાહિત્ય સામયિક “પ્રખર”માં પ્રગટ થઈ. આ જ વર્ષમાં તેમને રાજ્ય સરકાર યોજીત નવોદીત લેખકો માટેની નાટ્યલેખન તાલીમ શિબિરમાં એક સપ્તાહ સુધી વરિષ્ઠ સાહિત્યકારો રઘુવીર ચૌધરી અને સતીશ વ્યાસની સાહિત્યનિશ્રામાં રહેવાની તક પણ મળી. ગુજરાતી સાહિત્યના વાચન-લેખનનો શોખ તેઓને પત્રકારત્વના ક્ષેત્રે લઈ આવ્યો અને સને 1988-1989માં તેઓ રાજકોટથી પ્રસિદ્ધ થતા દૈનિક (1) “શ્રી નૂતન સૌરાષ્ટ્ર”માં તાલીમી સંવાદદાતા તરીકે જોડાયા. આ સાથે તેમની પત્રકારત્વની કારકિર્દીનો આરંભ થયો. ત્યાર બાદ તેઓએ (2) “સમભાવ” (સને 1989-1990), (3) “ગુજરાત સમાચાર” (સને 1990-1995), (4) “મુંબઈ સમાચાર” (સને 1995-96), (5) “સંદેશ” (સને 1996-97), (6) “લોકસત્તા-જનસત્તા” (ઈન્ડિયન ઍક્સપ્રેસ ગૃપ – સને 1997-ડિસેમ્બર-2005), (7) “સંદેશ” (જાન્યુઆરી, 2006-2008), (8) “ટી.વી.-9” (24 કલાક ન્યૂઝની સર્વપ્રથમ ગુજરાતી ચેનલ) (સને 2008-2009) અને (9) “અભિયાન” ગુજરાતી સાપ્તાહિક (સને 2009-2011)માં ડેપ્યુટી ઍડિટર તરીકે ફરજ બજાવ્યા બાદ સને 2011થી તેઓ ગુજરાત સરકાર સાથે જોડાયેલા છે. તેમને (1) રાજકોટ સાહિત્ય સભા ઍવૉર્ડ – 1988, (2) શ્રીજી કલા વૃંદ સાહિત્ય ઍવૉર્ડ – 1988, (3) ગુજરાત સાહિત્ય સંગમ – અશોક હર્ષ ઍવૉર્ડ – 1996, (4) સાક્ષરભૂમિ સાહિત્યરત્ન ઍવૉર્ડ – 2007, (5) સાબરરત્ન સાહિત્ય ઍવૉર્ડ – 2012, (5) ગુજરાત હિન્દી સાહિત્ય અકાદમી પુરસ્કાર – 2013 વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતી પત્રકારત્વની લાંબી મજલ દરમિયાન તેઓએ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મુંબઈ અને નવી દિલ્હીમાં સંવાદદાતાથી માંડીને બ્યુરૉ ચિફ અને ન્યુઝ એડિટર સુધી જુદા જુદા પદભાર ઉપર ફરજ બજાવી. એ રીતે પ્રસાર માધ્યમનો પણ બહોળો અનુભવ ધરાવે છે. સને 2009માં એક વર્ષ માટે તેઓ ગુજરાતી ટી.વી. ચેનલના નવી દિલ્હીના બ્યૂરો ચીફ અને વિશેષ સંવાદદાતા તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. ગુજરાતી પત્રકારત્વની લાંબી મજલ દરમિયાન તેઓએ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મુંબઈ અને રાજધાની નવી દિલ્હીમાં પણ ફરજ બજાવી. એ રીતે પ્રસાર માધ્યમોનો બહોળો અનુભવ ધરાવે છે. ખાસ કરીને સને 2009માં એક વર્ષ માટે તેઓ ગુજરાતી ટી.વી. ન્યૂઝ ચેનલના નવી દિલ્હીના બ્યૂરો ચિફ અને વિશેષ સંવાદદાતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ગાળામાં તેઓએ લોકસભા, પી.એમ.ઓ. અને જુદા જુદા મંત્રાલયો તથા રાજકીય પક્ષો માટે સાતત્યપૂર્ણ રિપૉર્ટિંગ કર્યું છે. રાષ્ટ્રપતિભવનની મુલાકાત પણ લીધી છે, તો સ્વાતંત્ર્યદિન (લાલ કિલ્લા)ના કાર્યક્રમમાં પણ ભાગ લીધો છે. ફ્રીલાન્સ જર્નલિસ્ટ તરીકે તેઓએ કેટલોક સમય “દિલ્હી પ્રેસ” જૂથના રાષ્ટ્રીય કક્ષાના મહિલા સામયિક “ગૃહશોભા” તથા સ્થાનિક (અમદાવાદના) દૈનિકો “જયહિંદ” અને “કર્ણાવતી ઍક્સપ્રેસ” માટે પણ કામ કર્યું. દરમિયાન પાંચેક વર્ષ તેઓ નેશનલ ન્યૂઝ ઍજન્સી “યુ.એન.આઈ.” સાથે પણ સંકળાયેલા રહ્યા. આમ સંવાદદાતાથી લઈને ન્યૂઝ ઍડિટર સુધીના પદભાર ઉપર તેઓએ બધા પ્રકારના પ્રસાર માધ્યમો સાથે કામ કર્યું. નવી પેઢીના સંખ્યાબંધ તાલીમી પત્રકારોનાં ઘડતર અને તાલીમનું પાયાનું કાર્યપ્રદાન પણ તેઓએ કર્યું. પત્રકારત્વની 25 વર્ષ ઉપરાંતની કારકિર્દીમાં તેઓએ લખેલા 100થી વધુ વિષય ઉપરના 6,000થી અધિક લેખો વિવિધ દૈનિકો-સામયિકોમાં સનામ પ્રગટ થયા છે. આ ઉપરાંત નેતા-અભિનેતાઓથી માંડીને વૈજ્ઞાનિકો, કળાકારો, કેળવણીકારો, ઉદ્યોગકારો, પ્રશાસનીય અધિકારીઓ વગેરે વ્યક્તિવિશેષોની મળીને 500 મુલાકાતો (ઈન્ટરવ્યૂ) પણ સનામ પ્રગટ થયા છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ઉપરથી સને 1987થી સને 2011 સુધીમાં “યુવાવાણી”, “કાવ્યધારા”, “અમૃતધારા”, “કવિસંમેલન” અને “વાર્તાલાપ”ના મળીને 350થી વધુ કાર્યક્રમોમાં તેઓએ ભાગ લીધો છે, તો સને 1988થી સને 2012 સુધી દૂરદર્શનના અમદાવાદ કેન્દ્ર ઉપરથી જુદા જુદા સૅગમેન્ટમાં કાર્યક્રમ સંચાલક તરીકે અને કવિસંમેલન વગેરે મળીને 300 જેટલા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આમ ઈલેક્ટ્રૉનિક મીડિયામાં પણ તેઓ છેક 25-26 વર્ષથી સંકળાયેલા રહ્યા છે. તેઓ ઑલ ઈન્ડિયા રેડિયો-65 કરાર મુજબ સને 1994થી “ઑલ ઈન્ડિયા રેડિયો-અમદાવાદ”ના માન્ય કવિ (ઍપ્રૂવ્ડ પૉએટ્સ)ની સૂચિમાં પણ સામેલ છે. તેઓ સને 2003થી પત્રકારત્વના કૉર્સમાં સમુહ માધ્યમ નિષ્ણાત – વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે અને રાજ્ય સરકાર સંચાલિત “સરદાર પટેલ રાજ્ય વહીવટી ભવન” (સ્પિપા)માં વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે પણ માનદ્ સેવાઓ આપતા રહ્યા છે. તેઓ સમુહ માધ્યમ નિષ્ણાત તરીકે અને મૉટિવેશનલ સ્પીકર તરીકે જુદા જુદા વિષયો ઉપર જાહેર વ્યાખ્યાન પણ આપતા રહ્યા છે. તેઓને વરિષ્ઠ પત્રકારો નીરુભાઈ દેસાઈ, વાસુદેવ મહેતા, અશોક હર્ષ, ભૂપત વડોદરિયા, નરભેરામ સદાવ્રતી, વજ્ર માતરી, શશિકાન્ત નાણાવટી, ગુણવંત છો. શાહ, જયવદન પટેલ, જયંતી દવે ઈત્યાદિના સાનિધ્યનો લાભ પણ મળ્યો છે. તેઓએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં મળીને 62 પુસ્તક દ્વારા નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. જેમાં 4 સંપાદનનો પણ સમાવેશ થાય છે. આ 62 પુસ્તકમાં 54 ગુજરાતી, 5 હિન્દી અને 3 અંગ્રેજી પુસ્તકનો સમાવેશ થાય છે. ગુજરાતીમાં 3 ગઝલસંગ્રહ, 3 નવલકથા, 1 લઘુનવલ, 1 નવલિકાસંગ્રહ, 6 લલિતનિબંધસંગ્રહ, 30 લેખસંગ્રહ, 3 વિવેચન-સમીક્ષાસંગ્રહ, 2 ચરિત્રલેખસંગ્રહ, 2 ચિંતનસંપાદન, 1 કાવ્યસંપાદન, 1 લેખસંપાદન, 1 સંશોધન મળીને 54 ગુજરાતી પુસ્તકો તથા હિન્દી સાહિત્યમાં 2 ગઝલસંગ્રહ, 1 નવલકથા, 2 લેખસંગ્રહ મળીને 5 પુસ્તક તથા 3 અંગ્રેજી લેખસંગ્રહ પ્રગટ થયા છે. તેમની ગઝલોના આસ્વાદલેખોના સંપાદનનું એક પુસ્તક “આસ્વાદ-પ્રસાદ” (સંપાદકો-ગુલામ અબ્બાસ ‘નાશાદ’ અને દિનેશ ડૉંગરે ‘નાદાન’) પણ પ્રગટ થયું છે. તેઓએ સાહિત્ય અને માસમીડિયા ઉપરાંત પર્યાવરણ, કાયદો તથા કારકિર્દી માર્ગદર્શન એમ બહુવિધ ક્ષેત્રે કલમ ચલાવી છે. ગુજરાતી ભાષાના સમૃદ્ધ ઍન્સાયક્લૉપિડિયા “ગુજરાતી વિશ્વકોશ” (ભાગ-7થી ભાગ-24)ના વિષયનિષ્ણાત – અધિકરણલેખક તરીકે પણ તેઓ છેક સને 1994થી જોડાયેલા રહ્યા છે. (1) ગુજરાતી સાહિત્ય, (2) માસ કૉમ્યુનિકેશન, (3) લૉ, (4) ઍન્વાયર્નમેન્ટ સાયન્સ વિષયક વિદ્યાશાખામાં તેમના પુસ્તકો સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગી બન્યાં છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે તેઓએ પ્રશિષ્ટ સાહિત્યસામયિકો (1) “બુદ્ધિપ્રકાશ”, (2) “કુમાર”, (3) “પરબ”, (4) “શબ્દસૃષ્ટિ”, (5) “ખેવના”, (6) “પ્રત્યક્ષ”, (7) “ફાર્બસ – ગુજરાતી સાહિત્ય સભા ત્રૈમાસિક”, (8) “ઉદ્દેશ”, (9) “હયાતી”, (10) “તાદર્થ્ય”, (11) “શબ્દસર”, (12) “વિ-વિદ્યાનગર” ઈત્યાદિ સાહિત્યસામયિકો માટે લખેલા 650થી વધુ પુસ્તકપરિચય, અવલોકન, વિવેચન, સમીક્ષાલેખો સને 2000થી સને 2012 દરમિયાન પ્રગટ થયા છે. તેઓની લેખનશૈલી રસાળ, સરળ, લોકભોગ્ય અને આસ્વાદ્ય છે. પ્રથિતયશ ગુજરાતી સર્જક-વિવેચકો સર્વશ્રી રાધેશ્યામ શર્મા, ડૉ. ધીરુભાઈ ઠાકર, ડૉ. ધીરુ પરીખ, સુમન શાહ, ડૉ. મધુસૂદન પારેખ, મંજુ ઝવેરી, ડૉ. ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત શેઠ, ચંદ્રકાન્ત ટોપીવાળા, ડૉ. રમણલાલ જોશી, લાભશંકર ઠાકર, ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. ચંદ્રકાન્ત મહેતા, ડૉ. પ્રવીણ દરજી, ડૉ. રમણ સોની, ઉષા ઉપાધ્યાય, હર્ષદ ત્રિવેદી ઈત્યાદિ સાહિત્યસ્વામી-સારસ્વતોએ તેમની કલમને પ્રમાણી-બિરદાવી છે.